સમય ચાલી ગયો

સમય ચાલી ગયો શબ્દો મૂકીને,
લિસોટો જાય છે છાંયો મૂકીને.

શિયાળુ રાત કાઢી હૂંફમાં મેં-
ગયું કોક રાતના તડકો મૂકીને.

નદી ક્યાં જાય છે મળવા કહોને?
પહાડો કોતરો ખડકો મૂકીને.

હવે વાતાવરણ માદકભયુઁ છે-
ઊભો છું ફૂલમાં થડકો મૂકીને.

થયું છે શુંય હમણાંથી ગઝલમાં !
શુંયે આગળ લખું મત્લો મૂકીને??

( મનીષ પરમાર )

One thought on “સમય ચાલી ગયો

Leave a Reply

Your email address will not be published.

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.