નહિ જાઉં સાસરિયે

બાઈ ! મને મળ્યા મિત્ર ગોપાલ, નહિ જાઉં સાસરિયે.

સંસાર મારું સાસરું ને મહિયર વૈકુંઠવાસ;

લખચોરાશી ફેરો હતો તે મૂક્યો મેં મોહન પાસ.

સાસુ તે મારી સુકૃત કહીએ, સસરો પ્રેમ-સુજાણ;

નાવલિયો અવિનાશી વિશ્વંભર, પામી હું જીવન પ્રમાણ.

સાથી અમારા સંત સાધુ, સાધન ધીરજ ધ્યાન;

કર જોડી મીરાં વીનવે, હવે પામું ન ગર્ભાધાન.

‘લક્ષચોર્યાસી’નો ચૂડલો રે, મેં તો તજી છે તેની આશ.

એકને સબ જગ મોહી રહ્યો રે, બીજી મોહી તે બ્રહ્મપ્રમાણ.

મારી દિયરને દો દીકરી ને દોનું તે રાજકુમાર;

જેઠ જુગજુગ જીવજો રે, મારો નાવલિયો નિરધાર.

મારા સ્વામીને જઈ એમ કહેજો રે, ધીરજ ધરજો ધ્યાન;

કર જોડી મીરાંબાઈ વીનવે રે, હવે ફરી નહીં લેવું ગર્ભાધાન.


( મીરાંબાઈ )

3 thoughts on “નહિ જાઉં સાસરિયે

  1. maara swami ne jai em kahejo re dhiraj dharjo dhyan
    kar jodi Meerabai vinave re have fari nahi levu “GARBHAADHAN”

    MEERABAI NI BHAKTI….NI VAAT SHUN KARVI….

    cH@NDR@

Leave a Reply

Your email address will not be published.

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.