જળ વડે વાદળ કરે છે પ્રાર્થના.
મૌન ધારી મન કરે છે પ્રાર્થના.
પૂર્ણ શક્તિથી પ્રકાશે છે સતત,
જો, સ્વયં સૂરજ કરે છે પ્રાર્થના.
સંત સરખા એ અડગ ને સ્થિર છે,
રહી ખડા પર્વત કરે છે પ્રાર્થના.
લયસભર કો’ ગાન રચતા આ તરંગ!
હરવખત સાગર કરે છે પ્રાર્થના.
સ્વચ્છ-કોમળ ફૂલ-શાં આસન ગ્રહી,
પળવિપળ ઝાકળ કરે છે પ્રાર્થના.
(સંધ્યા ભટ્ટ )
khoob j saras prarthana chhe.
pal pal zakal kare chhe prarthana — vah good idea
Nice Gazal. Very sublime and soothing.
sundar vaat, prakruti na darek ango kevi sundar rite sadakal prabhune yad kare che evi kalpana sukhad lagi…