બિયું પોતાને ફોડે પછી ઝાડ થાય.
પોતાને ગોંધીને રાખેને ઈ તો ભાઈ વાડ થાય
બિયું પોતાને ફોડે પછી ઝાડ થાય.
ખુલ્લા આકાશમાં પાંખો ફેલાવીને
પારેવાં કેવાં હોય ઊડતાં?
પોતાના પાણીમાં પાણીનાં માછલાં
દીઠાં છે કોઈ દિવસ બૂડતાં?
પોતાની મોટપને મેલી ન શકતા ઈ
છાંયડા વિનાના ભાઈ તાડ થાય.
દરિયાએ સૂરજનો તડકો પીધો ને
દીધાં મીઠાં પાણીનાં કૈંક ઝૂમખાં
ડાળીઓ ડોલીને ફૂટી કૂંપળ તો એમાં જે
ફૂલ હતાં, ફૂલોનાં લૂમખાં.
પોતે બીજાને મ્હેક આપી ન શકતા ઈ
પહાણા નહિ પહાણાના પહાડ થાય.
( મહેશ શાહ )
દરિયાએ સૂરજનો તડકો પીધો ને
દીધાં મીઠાં પાણીનાં કૈંક ઝૂમખાં
ડાળીઓ ડોલીને ફૂટી કૂંપળ તો એમાં જે
ફૂલ હતાં, ફૂલોનાં લૂમખાં.
પોતે બીજાને મ્હેક આપી ન શકતા ઈ
પહાણા નહિ પહાણાના પહાડ થાય
BAHU SARAS RACHANA
Khub saras rachna.
Aa Kavya rachna ati sundar chhe ane bahuj gambhir vaat saras shalin rite raju kare chee. Mara khub khub dhanyavad.
Bahuj saari rachna,,,,
“beeyun potaane tode pachhi zaad thaay
potane gondhine raathine ei to bhai waad thaay
“beeyun potaane tode pachhi zaad thaay
Ch@ndr@
પોતે બીજાને મ્હેક આપી ન શકતા ઈ
પહાણા નહિ પહાણાના પહાડ થાય
વાહ! બહુ સરસ.
સરળ છતા જીવનની ગંભીર વાતો સાવ સહજ રીતે કહી ગયા મહેશભાઇ..
આવા પહાણોનાં પહાડો તો ઘરે ઘરે જોવા મળે છે..