ભૂલી જઈએ

ચલ બાળકની જેમ બધું ઝટ ભૂલી જઈએ,

આ હોવું, હોવાની ઝંઝટ ભૂલી જઈએ.

સાત ખોટની હોય ભલે રટ ભૂલી જઈએ,

આગ એક જે લાગી ઘટઘટ ભૂલી જઈએ.

બળમાં છે, છો સૌથી બળકટ ભૂલી જઈએ,

ખેલી લઈએ જીવ સટોસટ ભૂલી જઈએ.

આંખો, આંગણ, શેરી, પાદર થાક્યા પાક્યા,

કોણ કહે કોને? એ આહટ ભૂલી જઈએ.

એમ ફ્ક્ત મળવાથી શું વળવાનું ‘મિસ્કીન’

શરત એ જ છે નામ અને વટ ભૂલી જઈએ.

રાજેશ વ્યાસ ‘મિસ્કીન’

3 thoughts on “ભૂલી જઈએ

  1. વાહ સરસ હીના બહેન…
    ખરેખર વિતેલુ ભુલી જવામા જ મજા છે નહિ તો તે વધારે પીડા આપે છે.(ખાસ કરીને કડવા વેણ)

Leave a Reply

Your email address will not be published.

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.