પરભુભાઈ !

આ સુખ છાતી ભીંસે છે, ઓ પરભુભાઈ

ને દુ:ખ બેઠું રીસે છે, ઓ પરભુભાઈ !

ફ્રીઝ, ટી.વી., વોશિગ મશીનના ચક્કરડાં

દર હપ્તે મને પીસે છે, ઓ પરભુભાઈ !

દેવું, ગરીબી, અભાવ, તંગી ને ટેન્શન

તમાશા…ખાલી ખીસે છે, ઓ પરભુભાઈ !

વ્યાજ પઠાણી શાહુકારો ગયા છે લઈ

કૈં પરસેવા ખમીસે છે, ઓ પરભુભાઈ !

સાંજ પડી છે જીવનની ને છીએ નિરાશ

દૂ…ર દીવાઓ દીસે છે, ઓ પરભુભાઈ !

લે ગણતાં થાકી, સૂઈ ગયા તારો હિસાબ

અને, સો કેટલા વીસે છે? ઓ પરભુભાઈ !

(જયંત દેસાઈ)

4 thoughts on “પરભુભાઈ !

  1. આ પરભુભાઈ ખરેખર ક્યાંક હશે તો આપણી મનોદશા અને મનોવ્યથા સાંભળીને શું વિચારતાં હશે? મને આવો પશ્ન ઘણીવાર થાય છે. આપણે પેટ ચોળીને શૂળ ઉભું કરીએ છીએ અને પછી રાડો પાડીએ છીએ, હે પરભુભાઈ હવે આંમાંથી મુક્તિ અપાવ, નથી ખમાતું. અને પાછા પેટ ચોળવાનું તો ચાલુ જ રાખીએ છીએ અને રાડો પાડવાનુ પણ ચાલુ રાખીએ છીએ. જયંતભાઈએ આવી જ આપણી મનોવૃતિને અનોખા અંદાજમાં રજૂ કરી છે.
    આ સુખ છાતી ભીસે છે, ને દુઃખ બેઠું રીસે છે, આ ફ્રીઝ ટી, વોશિંગ મશીનના ચકરડા પીસે છે. આપણી જ જાળ અને ફસાણા પછી બુમરાણ. વાહ રે મનુષ્ય વાહ. તને ઘડયા પછી પરભુભાઈએ કુંભારકાંમ છોડી દીધું લાગે છે.

    Like

  2. આ પરભુભાઈ ખરેખર ક્યાંક હશે તો આપણી મનોદશા અને મનોવ્યથા સાંભળીને શું વિચારતાં હશે? મને આવો પશ્ન ઘણીવાર થાય છે. આપણે પેટ ચોળીને શૂળ ઉભું કરીએ છીએ અને પછી રાડો પાડીએ છીએ, હે પરભુભાઈ હવે આંમાંથી મુક્તિ અપાવ, નથી ખમાતું. અને પાછા પેટ ચોળવાનું તો ચાલુ જ રાખીએ છીએ અને રાડો પાડવાનુ પણ ચાલુ રાખીએ છીએ. જયંતભાઈએ આવી જ આપણી મનોવૃતિને અનોખા અંદાજમાં રજૂ કરી છે.
    આ સુખ છાતી ભીસે છે, ને દુઃખ બેઠું રીસે છે, આ ફ્રીઝ ટી, વોશિંગ મશીનના ચકરડા પીસે છે. આપણી જ જાળ અને ફસાણા પછી બુમરાણ. વાહ રે મનુષ્ય વાહ. તને ઘડયા પછી પરભુભાઈએ કુંભારકાંમ છોડી દીધું લાગે છે.

    Like

Leave a comment