મારા ગુરુએ એક વખત પૂછ્યું,” કે તમારા રોજના જવા આવવાના રસ્તા પર કયા કયા ઝાડ છે તેની ખબર છે તમને?” ત્યારે પ્રથમવાર ખ્યાલ આવ્યો કે છેલ્લા વીસ વરસથી હું ઘરથી ઑફિસ અને ઓફિસથી ઘેર જાઊં છું, રોજ રસ્તાના ઝાડ જોઉં છું, છતાં પણ મને ખબર નથી કે એ કયા ઝાડ છે. બહુ યાદ કર્યું તો બે ત્રણ જાતના ઝાડના નામ યાદ આવ્યા. બસ આમ અને આમ જ આપણે બેહોશીમા જીવન પસાર કરી નાંખીએ છીએ. હું એક ઝાડને જોઉં છું તેમ બધા એ ઝાડને જોતાં નથી. સુથાર તેના લાકડાની જાત અને કિંમત હોશે, વનસ્પતિ શાસ્ત્રી ઝાડની જીનેટિક ખાસિયતો જોશે, એક ચિત્રકાર ઝાડના રંગોની રચના જોશે, એક ભક્ત પરમાત્માની રચના પર વારી જશે તો એક ખેડૂત તેના પર લાગેલાં ફળ માંથી કેટલી આવક થશે તેનો હિસાબ કરશે. એક જ ઝાડ પણ અલગ અલગ દૃષ્ટી અને અલગ અલગ અલગ ખ્યાલ. દુનિયા તો એની એજ છે જેની જેવી દૃષ્ટી તેવી તે જુએ છે. આ વાત એક છોકરી અને મેઘધનુષ્યની વાત થી કવિ કરે છે.
Sachu kahu to kai arth na malyo aa post vanchine…thodo prakash padva vinnati.

ઘણીજ સુંદર કવિતા..કવિતાના ગર્ભમા રહેલો પ્રશ્ન..કોઈએ ના તો છોકરી જોઈ ના તો મેઘધનુષ્ય!! એમ માનીને…વાંચકોને વિસ્મયમા મુકી દીધા…