પ્લાસ્ટર સ્ટોરી

શનિવારે સવારે વિચાર્યું કે આવતી કાલે ગુરુપૂર્ણિમા છે તો એ નિમિત્તે એક ખાસ લેખ સાઈટ પર મૂકવો. અને જે સાંજે ઘરે જઈને ટાઈપ કરવો. પણ બપોરે ઓફિસમાં ખુરશી પર બેસીને મારું કામ કરતી હતી. ઊભી થઈ તો પગ વાંકો થઈ ગયો અને પડી જ જવાયું. પરિણામ સ્વરૂપ પગમાં ફ્રેક્ચર થયું  અને પ્લાસ્ટર લગાવ્યું છે.

.

આપણા બનાવેલા પ્લાન, આપણી ઈચ્છાઓ ભગવાનની ઈચ્છા કરતાં કદી પણ પર નથી હોતાં. આખરે તો એજ થાય છે જે ભગવાન ઈચ્છે છે. ભગવાનની ઈચ્છાને જ આપણી ઈચ્છા માનીને સ્વીકારી લેવી એ જ સાચી શરણાગતિ છે. અને ભક્ત માટે શરણાગતિ એ પ્રથમ પગથિયું કહેવાયું છે.

.

ભગવાને મને ઘરે રહેવાનો, આરામ કરવાનો જે સમય આપ્યો છે તેનો સદ્દ્ઉપયોગ કરી શકીશ તેવી આશા છે.

.

સૌને ગુરુપૂર્ણિમાની શુભેચ્છા.

6 thoughts on “પ્લાસ્ટર સ્ટોરી

  1. ભગવાનની મહેચ્છા હોય એમના મંદિરનાં બદલે ડૉ.ને પૈસા ધરવાનું તો આપણે શું કરી શકીયે? ;)

    Like

  2. ભગવાનની મહેચ્છા હોય એમના મંદિરનાં બદલે ડૉ.ને પૈસા ધરવાનું તો આપણે શું કરી શકીયે? ;)

    Like

Leave a reply to Rajni Agravat Cancel reply