ચકલી ગીત

ખાલીખમ્મ કમરામાં ચકલીનું ઊડવું ને પાંખોનું ફરફરવું

ચીં ચીં થી અળગા થવાય છે ? ના… રે… ના

બારીમાં કૂંડું ને કૂંડામાં લીલુંછમ ચોમાસું ઊતરે તો

ચકલીની માફક નવાય છે ના… રે… ના

ચકલી તો વૃક્ષોની ડાળીની પટરાણી ધરતી ને સમદર ને

વાયુ ને આકાશ ઓઢીને ઝૂલે છે,

સામેના ઘરમાંથી મઘમઘતા કોઈ ગીતનું મધમીઠું

પરબીડિયું કન્યાના અધરોની વચ્ચેથી ખૂલે છે.

પૂર્વાપર સંબંધો ચકલીને કન્યાના બંધાયા કઈ રીતે ? એવું

કંઈ કોઈને પૂછાય છે ના… રે… ના

ચકલીમાં વત્તા એક ચકલી ને ઓછામાં સૂનો અરીસો છે

બે ચાર ભીંતો છે, બે ચાર ખીંટી છે

ચકલી તો ભોળી છે, ચકલી તો પીંછાનો ઢગલો છે, ચકલી

શું જાણે કે સામે અગાસીમાં આવે એ સ્વીટી છે ?

સોનાની પાંખોથી, રૂપાની ચાંચોથી, હીરાની પાંખોથી,

ચકલીને ભાગી શકાય છે ના… રે… ના

ખાલીખમ્મ કમરામાં ચકલીનું ઊડવું ને પાંખોનું ફરફરવું

ચીં ચીં થી અળગા થવાય છે ? ના… રે… ના

.

(નયન દેસાઈ)

Share this

6 replies on “ચકલી ગીત”

  1. આભાર હીનાબેન, નયનભાઇના આવા સુંદર ગીતને માણવાની તક આપવા બદલ.
    નયન દેસાઇ ને ખુબ ખુબ અભિનંદન !

  2. આભાર હીનાબેન, નયનભાઇના આવા સુંદર ગીતને માણવાની તક આપવા બદલ.
    નયન દેસાઇ ને ખુબ ખુબ અભિનંદન !

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.