અસ્તિત્વ Aug6 હું મને પાંજરામાં પૂરું છું અને એકાદ યુક્તિથી સ્ટોપર લગાવી દઉં છું. હું મને ત્રાજવામાં રાખું છું અને જુદાં જુદાં વજનથી જોખી જોઉં છું. બધી યુક્તિઓ નકામી છે બધાં વજન નિરૂપાય છે. મારું અસ્તિત્વ જ અટ્ટાહાસ્ય કરે છે હું વહી જાઉં છું બધા નિષેધોની સુરંગમાં થઈ અને રૂપાંતર પામું છું. ક્યારેક ફૂલ ક્યારેક તલવાર ક્યારેક … … ક્યારેક … … . નિર્મલપ્રભા બરદલૈ (અસમિયા) . અનુવાદ : ભોળાભાઈ પટેલ