નિયતિ

કદી તો નિરંતર તરસવું પડે છે,

કદી બસ અકારણ વરસવું પડે છે

.

કદી આશરો વન મહીંયે મળે છે,

કદી ઘર મહીં પણ રઝળવું પડે છે.

.

કદી તો મળે છે બધું આપમેળે,

કદી અંશ કાજે તલખવું પડે છે.

.

કદી તો ફળે છે અનાયાસ રસ્તા,

કદી હર કદમ પર ભટકવું પડે છે.

.

કદી હર જગા હોય છે એક આસન,

કદી આસનેથી ઊથલવું પડે છે.

.

( રાકેશ બી. હાંસલિયા )

8 thoughts on “નિયતિ

  1. સરસ રચના છે ….

    “”કદી આશરો વન મહીંયે મળે છે,
    કદી ઘર મહીં પણ રઝરવું પડે છે.””

    Like

  2. સરસ રચના છે ….

    “”કદી આશરો વન મહીંયે મળે છે,
    કદી ઘર મહીં પણ રઝરવું પડે છે.””

    Like

  3. Pingback: Tweets that mention નિયતિ – મોરપીંછ -- Topsy.com

  4. Pingback: Tweets that mention નિયતિ – મોરપીંછ -- Topsy.com

  5. મારો રાજકોટનો મિત્ર….રાકેશ હાંસલીયા,
    હવે એ નવોદિત નહીં પણ પાકટ કવિ બનવા અગ્રેસર થઈ રહ્યો છે – અહીં પ્રસ્તુત ગઝલ એની સાબિતી તરીકે લઈ શકાય એવી થઈ છે.
    અભિનંદન.

    Like

  6. મારો રાજકોટનો મિત્ર….રાકેશ હાંસલીયા,
    હવે એ નવોદિત નહીં પણ પાકટ કવિ બનવા અગ્રેસર થઈ રહ્યો છે – અહીં પ્રસ્તુત ગઝલ એની સાબિતી તરીકે લઈ શકાય એવી થઈ છે.
    અભિનંદન.

    Like

Leave a reply to Hemant Vaidya Cancel reply