એ જ સપનાં ચૂરચૂર-રાજેશ વ્યાસ ‘મિસ્કીન’

જીવ પેઠે જાળવ્યાં’તાં એ જ સપનાં ચૂરચૂર,

એ કયું વહેતું ઝરણ અટક્યું કે દરિયા ચૂરચૂર.

.

સાવ સાચું છે કશું સાચું નથી આ વિશ્વમાં,

સંત, તારી જેમ છે મારીય ઈચ્છા ચૂરચૂર.

.

સાતસો વાનાં કર્યાં, આકાશના તારા ધર્યા,

તોય આંખોની અડોઅડ સાત પગલાં ચૂરચૂર.

.

રાજિયો તો કૈં જ સિરિયસલી કદી લેતો નથી,

થઈ ગયા ‘રાજેશ’ના એકેક ચહેરા ચૂરચૂર.

.

( રાજેશ વ્યાસ ‘મિસ્કીન’ )

Share this

4 replies on “એ જ સપનાં ચૂરચૂર-રાજેશ વ્યાસ ‘મિસ્કીન’”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.