વિરહ-નિરંજન ભગત

તમે કહ્યું, ‘મળો!’, મેં કહ્યું, ‘મળશું’.

પણ વર્ષોના વિરહ પછી આપણે પાછાં વળશું ?

એ તો એક માત્ર વિધાતા જ કહી શકે,

ભવિષ્યને કોણ લહી શકે ?

બસ માત્ર બે જ શબ્દો ને વર્ષોનું મૌન ભાંગી જાય,

કૈં કેટકેટલી કટુમધુર સ્મૃતિઓ જાગી જાય.

મળતાં હતાં ત્યારે કૈં કેટલું મળતાં હતાં,

એકમેકમાં કેવું ભળતાં હતાં.

હવે પછી મળશું તો શું મળતાં હતાં તેમ જ મળશું ?

પરસ્પર હળતાં હતાં શું તેમ જ હળશું ?

એ મિલન વિરહના ફળરૂપે ફળશે ?

કે પછી બે જણ જાણે કદી મળ્યાં ન હોય તેમ મળશે ?

.

( નિરંજન ભગત )

5 thoughts on “વિરહ-નિરંજન ભગત

  1. સરસ રચના…………

    એ તો એક માત્ર વિધાતા જ કહી શકે,

    હેમત વૈદ્ય

    Like

  2. સરસ રચના…………

    એ તો એક માત્ર વિધાતા જ કહી શકે,

    હેમત વૈદ્ય

    Like

  3. સરસ રચના…………

    એ તો એક માત્ર વિધાતા જ કહી શકે,

    હેમત વૈદ્ય

    Like

Leave a comment