આ અવસરે…-રાજેશ વ્યાસ ‘મિસ્કીન’

બહાર ભીતર ઝળહળું…

હું મને હરપળ મળું…

.

આંગણું આકાશનો ટુકડો બને,

યાદ તારી સાંકળું…

.

‘ચાલ ભૂલીને બધું મળીએ ફરી’

શબ્દ કોના સાંભળું…

.

સાવ પથ્થરનો હતો, આ દેહ પણ,

જળ સમો કાં ખળખળું?

.

આવ, કે આવ્યો છે આ અવસર ફરી,

તું બની હું નીકળું…

.

( રાજેશ વ્યાસ ‘મિસ્કીન’ )

4 thoughts on “આ અવસરે…-રાજેશ વ્યાસ ‘મિસ્કીન’

  1. હીનાબેન.
    મોરપીંછના રંગબેરંગી પીંછા સમ અવનવા સુંદર કાવ્યોની છટા માણવાની મઝા આવે છે.

    Like

  2. હીનાબેન.
    મોરપીંછના રંગબેરંગી પીંછા સમ અવનવા સુંદર કાવ્યોની છટા માણવાની મઝા આવે છે.

    Like

Leave a comment