આ અવસરે…-રાજેશ વ્યાસ ‘મિસ્કીન’

બહાર ભીતર ઝળહળું…

હું મને હરપળ મળું…

.

આંગણું આકાશનો ટુકડો બને,

યાદ તારી સાંકળું…

.

‘ચાલ ભૂલીને બધું મળીએ ફરી’

શબ્દ કોના સાંભળું…

.

સાવ પથ્થરનો હતો, આ દેહ પણ,

જળ સમો કાં ખળખળું?

.

આવ, કે આવ્યો છે આ અવસર ફરી,

તું બની હું નીકળું…

.

( રાજેશ વ્યાસ ‘મિસ્કીન’ )

2 thoughts on “આ અવસરે…-રાજેશ વ્યાસ ‘મિસ્કીન’

  1. હીનાબેન.
    મોરપીંછના રંગબેરંગી પીંછા સમ અવનવા સુંદર કાવ્યોની છટા માણવાની મઝા આવે છે.

Leave a Reply

Your email address will not be published.

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.