Skip links

ખુશી એકાદ માંગી છે-અહેમદ હુસેન ‘એહમદ’

ખુશી એકાદ માંગી છે ખુદાને યાર સમજીને,

દુવાઓ ના અમે માંગી કદી હકદાર સમજીને.

.

રહ્યું ના બે હ્રદય વચ્ચે જરા પણ લાગણી જેવું,

મળે છે એકબીજાને ફક્ત વ્યવહાર સમજીને.

.

પથારી છે ધરા એની, ગગન છે ઓઢવા માટે,

ઘણાં જીવી રહ્યાં છે જિંદગી પડકાર સમજીને.

.

વસંતો લઈને જન્મી છે અમારા ઘેર એક બાળા,

ઉજવણી ચાલ કરીએ આપણે તહેવાર સમજીને.

.

નજર નીચી, નયન ભીનાં, અધર પર ગાઢ ચુપકીદી,

કહે છે મૌનમાં નારી વ્યથાનો સાર સમજીને.

.

રહી તિરછી નજર કાયમ મિલન પર આ જમાનાની,

મુલાકાતો અમે લીધી છે શિષ્ટાચાર સમજીને.

.

દિશા ‘એહમદ’ બતાવે છે સફરનાં કંઈ મુકામોની,

ગઝલના વાંચવા પડશે બધા અશઆર સમજીને.

.

( અહેમદ હુસેન ‘એહમદ’ )

Leave a comment

  1. બહુ સરસ રચના. દિલ બાગબાગ થઈ ગયું. મત્લો તો એટલો ઉત્તમ છે કે આખી ગઝલ ના વાંચીએ તો ચાલે અને મત્લો વાંચ્યા પછી ગઝલ વાંચ્યા વગર જીવ ઝાલ્યો રહે તેમ નથી.

  2. બહુ સરસ રચના. દિલ બાગબાગ થઈ ગયું. મત્લો તો એટલો ઉત્તમ છે કે આખી ગઝલ ના વાંચીએ તો ચાલે અને મત્લો વાંચ્યા પછી ગઝલ વાંચ્યા વગર જીવ ઝાલ્યો રહે તેમ નથી.