પ્રેમનો અર્થ – ઓશો

પ્રેમનો અર્થ છે જીવનની વહેંચણી.

પ્રેમનો અર્થ છે જીવંત વ્યવહાર.

પ્રેમનો અર્થ છે ખુશીઓ વિખેરવી…ઉડાડવી…

પ્રેમનો અર્થ છે લોકોના જીવનમાં થોડાં ફૂલો ખીલવવાં…

પ્રેમનો અર્થ છે બુઝાયેલા દીવા સળગાવવા…

પ્રેમ તો છે બે વ્યક્તિ વચ્ચેની સ્વતંત્રતાની આપ-લે…

ન કોઈ કોઈનો માલિક છે, ન કોઈ કોઈની દાસી છે…

પ્રેમ જીવનમાં હોય તો તમે મુક્ત છો…

કોઈપણ રીતનો પ્રેમ હોય, શુભ છે…

કારણ કે ગમે તે પ્રેમ હોય તેને ઉજળો કરી શકાય છે…

જો માણસથી ડરતા હો તો…

સંગીતથી પ્રેમ કરો…

પ્રકૃતિથી પ્રેમ કરો…

ચાંદ-તારાથી પ્રેમ કરો…

કોઈ સર્જનાત્મક આયામમાં,

પ્રેમને ઢાળી દો…

મૂર્તિ ઘડો, ગીત રચો કે નાચો, પરંતુ

ગમે તે દિશા હો, તે તરફ એને પ્રવાહિત થવા દો…

જેથી થોડાક પ્રેમનો અનુભવ થાય…

પ્રેમ ભલે શીખવી શકાય કે ન શીખવી શકાય…

પરંતુ પ્રેમ માટે સંદર્ભ આપી શકાય…

પ્રેમ માટે વાતાવરણ ઉભું કરી શકાય…

પ્રેમમાં બગીચો ખડો થાય…

જ્યાં ફૂલ ખીલવી શકાય…

.

( ઓશો )

Share this

3 replies on “પ્રેમનો અર્થ – ઓશો”

  1. પ્રેમના ગીતોથી, પ્રેમની વાર્તાઓથી, પ્રેમના લખાણોથી જગતના તમામ સાહિત્ય ભરેલાં પડ્યા છે. દરેક ધર્મમા બીજા અનેક વિવાદો હશે પણ દરેક ધર્મ પ્રેમની બાબતમાં એક સૂર છે. છતાં માનવ ઈતિહાસ અને રોજબરોજના સમાચારો જોઈશું તો જણાશે કે ચોતરફ ઇર્ષા, ઘૃણા અને વેર ઝેર વધુ છે અને પ્રેમ ઘટતો જાય છે. આપણે પ્રેમની વાતો તો ખૂબ કરીએ છીએ પણ પ્રેમ છે ક્યાં? ઓશોએ બહુ આયામથી પ્રેમને સમજાવવા પ્રયત્ન કર્યો છે અને ત્યાં સુધી કહ્યું છે કે “પ્રેમ હી પરમાત્મા હૈ” બીજા શબ્દોમાં કહીએ તો પરમાત્માનુ સ્વરુપ પ્રેમ છે. પણ આપણે કદી પ્રેમ કર્યો નથી કે નથી અનુભવ્યો. પરિણામ સ્વરુપ પ્રેમ શબ્દને ગમેતેમ ફેંકાફેંક કરતા હોઈએ છીએ.(I LOVE MY MOTORCYCLE, OR I LOVE MY HOME) આપણી વાસનાઓને પ્રેમનુ નામ આપી આપણે પ્રેમ શબ્દને તિરસ્કૃત કરી મૂક્યો છે. પણ આપણને ખબર નથી પડતી.ઓશોની વ્યાખ્યા પ્રમાણે પ્રેમ જીવનમા ઉતરે તો જીવન ધન્ય બની જાય.
    શરદ

  2. પ્રેમના ગીતોથી, પ્રેમની વાર્તાઓથી, પ્રેમના લખાણોથી જગતના તમામ સાહિત્ય ભરેલાં પડ્યા છે. દરેક ધર્મમા બીજા અનેક વિવાદો હશે પણ દરેક ધર્મ પ્રેમની બાબતમાં એક સૂર છે. છતાં માનવ ઈતિહાસ અને રોજબરોજના સમાચારો જોઈશું તો જણાશે કે ચોતરફ ઇર્ષા, ઘૃણા અને વેર ઝેર વધુ છે અને પ્રેમ ઘટતો જાય છે. આપણે પ્રેમની વાતો તો ખૂબ કરીએ છીએ પણ પ્રેમ છે ક્યાં? ઓશોએ બહુ આયામથી પ્રેમને સમજાવવા પ્રયત્ન કર્યો છે અને ત્યાં સુધી કહ્યું છે કે “પ્રેમ હી પરમાત્મા હૈ” બીજા શબ્દોમાં કહીએ તો પરમાત્માનુ સ્વરુપ પ્રેમ છે. પણ આપણે કદી પ્રેમ કર્યો નથી કે નથી અનુભવ્યો. પરિણામ સ્વરુપ પ્રેમ શબ્દને ગમેતેમ ફેંકાફેંક કરતા હોઈએ છીએ.(I LOVE MY MOTORCYCLE, OR I LOVE MY HOME) આપણી વાસનાઓને પ્રેમનુ નામ આપી આપણે પ્રેમ શબ્દને તિરસ્કૃત કરી મૂક્યો છે. પણ આપણને ખબર નથી પડતી.ઓશોની વ્યાખ્યા પ્રમાણે પ્રેમ જીવનમા ઉતરે તો જીવન ધન્ય બની જાય.
    શરદ

  3. પ્રેમના ગીતોથી, પ્રેમની વાર્તાઓથી, પ્રેમના લખાણોથી જગતના તમામ સાહિત્ય ભરેલાં પડ્યા છે. દરેક ધર્મમા બીજા અનેક વિવાદો હશે પણ દરેક ધર્મ પ્રેમની બાબતમાં એક સૂર છે. છતાં માનવ ઈતિહાસ અને રોજબરોજના સમાચારો જોઈશું તો જણાશે કે ચોતરફ ઇર્ષા, ઘૃણા અને વેર ઝેર વધુ છે અને પ્રેમ ઘટતો જાય છે. આપણે પ્રેમની વાતો તો ખૂબ કરીએ છીએ પણ પ્રેમ છે ક્યાં? ઓશોએ બહુ આયામથી પ્રેમને સમજાવવા પ્રયત્ન કર્યો છે અને ત્યાં સુધી કહ્યું છે કે “પ્રેમ હી પરમાત્મા હૈ” બીજા શબ્દોમાં કહીએ તો પરમાત્માનુ સ્વરુપ પ્રેમ છે. પણ આપણે કદી પ્રેમ કર્યો નથી કે નથી અનુભવ્યો. પરિણામ સ્વરુપ પ્રેમ શબ્દને ગમેતેમ ફેંકાફેંક કરતા હોઈએ છીએ.(I LOVE MY MOTORCYCLE, OR I LOVE MY HOME) આપણી વાસનાઓને પ્રેમનુ નામ આપી આપણે પ્રેમ શબ્દને તિરસ્કૃત કરી મૂક્યો છે. પણ આપણને ખબર નથી પડતી.ઓશોની વ્યાખ્યા પ્રમાણે પ્રેમ જીવનમા ઉતરે તો જીવન ધન્ય બની જાય.
    શરદ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.