પ્રેમ – વિપિન પરીખ

જે સુંદર છે તેને જ બધા પ્રેમ કરે છે.

જોયા કરે છે ટીકીટીકીને

એક ભ્રમર બનીને ગુંજ્યા કરે છે આજુબાજુ,

બીજો રચે છે ચરણોની આસપાસ સુવાસનાં સરોવર.

કોઈ કેમેરા લઈને ‘સ્નેપ શોટ’ પાડ્યા કરે છે અહીંથી-તહીંથી

કોઈ દોરે છે ‘ચિત્રો’, કોઈ ગાય છે ગીત.

પણ

પણે એક ખૂણે હતાશ થઈને બેઠી છે એક સંકોડાઈને-

એની આંખોમાં માછલીઓ તરતી નથી

એના હોઠ પરવાળાના નથી

એનું મુખ પૂર્ણચંદ્ર જેવું નથી

એના કેશને જોઈ કાળી સાપણ યાદ આવતી નથી

લાવ, આજે હું જ

સુંદર-અસુંદરના બધા જ ખ્યાલોને ડુબાડીને

એના હોઠ ઉપર માતું નામ તરતું મૂકું.

.

( વિપિન પરીખ )

6 thoughts on “પ્રેમ – વિપિન પરીખ

  1. સુંદરતા તો જોઈએ, ચાહે તનની હોય કે મનની,
    તનની સુંદરતા મુરઝાશે, બસ રહેશે ખુશ્બુ મનની.

    Like

  2. સુંદરતા તો જોઈએ, ચાહે તનની હોય કે મનની,
    તનની સુંદરતા મુરઝાશે, બસ રહેશે ખુશ્બુ મનની.

    Like

Leave a comment