ત્યાગીને ગયો’તો – શૈલેન રાવલ

કશું એ શખ્સ ત્યાગીને ગયો’તો;

અલગ રીતે જે જાગીને ગયો’તો.

.

કશેથી શી ખબર અઢળક મળ્યું ‘શું’?

જીવનભર માત્ર માગીને ગયો’તો.

.

સપનની કેદ તોડી લા-પત્તા છે;

બરાબર લગ તાગીને ગયો’તો.

.

સરળ ખંખેરવાનું સાધ્ય જેને –

એ ઝાલર સંગ વાગીને ગયો’તો.

.

ચલમ પર બાદશાહી ફૂંકવાને;

તિખારો તો વેરાગીને ગયો’તો.

.

( શૈલેન રાવલ )

Share this

2 replies on “ત્યાગીને ગયો’તો – શૈલેન રાવલ”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.