ભીડેલાં દ્વાર – શૈલેશ ટેવાણી

ફરીથી કોણ દસ્તક દે ભીડેલાં દ્વાર પર મિત્રો,

નથી સરનામું મારું ત્યાં ભીડેલાં દ્વાર પર મિત્રો.

.

બધુંયે જાય છે છોડી હવેલી આ પુરાતન તો,,

હવે આ લાભ શુભનું શું ભીડેલાં દ્વાર પર મિત્રો.

.

ખર્યું પાનુંય છોડે છે હવામાં એક રેખા એમ,

અમે અક્ષર ન લખ્યો કૈં ભીડેલાં દ્વાર પર મિત્રો.

.

અમારી રાહમાં શું કામ ઊભે ઉંબરે કોઈ,

અને મારે ટકોરા શું ભીડેલાં દ્વાર પર મિત્રો.

.

હજુ પંખી ઊડીને એક આવે છે ને ટહુકે છે,

એને દેવાય ક્યાં તાળું ભીડેલાં દ્વાર પર મિત્રો.

.

( શૈલેશ ટેવાણી )

4 thoughts on “ભીડેલાં દ્વાર – શૈલેશ ટેવાણી

  1. હિનાબેન,

    બધુંયે જાય છે છોડી હવેલી આ પુરાતન તો ;
    હવે આ લાભ શુભ નું શું આ ભેદેલા દ્વાર પર મિત્રો

    શૈલશભાઈની રચના પસંદ આવી.

    શૈલેશભાઈ ટેવાણીને રૂબરૂ પણ વર્ષો પહેલા સાંભળવાનો મોકો મળેલ છે તેવું યાદ આવે છે.

    આભાર !

    Like

  2. હિનાબેન,

  3. હીનાબેન;
    અહીં શૈલેષભાઈએ એક પંકતિમાં લાભ -શુભ શબ્દનો પ્રયોગ કર્યો છે. આપણે ઘરના દ્વાર પર,ધંધાના હિસાબ કિતાબ ના ચોપડા પર કે લગ્ન કંકોત્રી પર આ શબ્દ પ્રયોગ કરીએ છીએ. મારા ગુરુએ એક દિવસ મને આ લાભ-શુભ શું છે તેનો અર્થ સમજાવેલો. કદાચ ઘણા બધા લોકો આ શબ્દનો પ્રયોગ કરે છે પણ ભાગ્યે જ એનો અર્થ સમજતા હશે.ગુરુએ કરેલી વ્યાખ્યા મને ખૂબ જ ગમી તેથી અત્રે પ્રસ્તુત કરું છૂં. કદાચ તમને અને અન્ય વાચકોને પણ ગમે.
    આપણે જ્યારે કોઈની સાથે વહેવાર કે વહેપાર કરીએ છીએ ત્યારે અંદર ખાને લાભ કે નફો કરી લેવાની ભાવના હોય છે. ઘણીવાર તો આપણે દેખાડો તદ્દન ઉલટો કરીએ છીએ. આ ચાલક મનની ચાલ જ હોય છે પણ આપણને ભાગ્યે જ તેની ખબર પડતી હોય છે. કોઈપણ વહેવારમા કે વહેપારમા જરા અમથી ખોટ જાય કે આપણે ઉધામા કરી મૂકીએ છીએ.
    પણ ભારતીય ઋષિઓએ જોયું કે અહી જીવનના વહેવારમાં આપણે ક્યારે પણ ખોટ કરી શકીએ તેમ નથી. કોઈ આપની પાસેથી કાંઈ છીનવી જાય, કે છેતરી જાય, કે ઓછું આપી વધુ લઈ જાય છે ત્યારે તે તેનો હિસાબ ચૂકતો કરી જતો હોય છે. એટલે એ શુભ છે કે ચલો એક હિસાબ ચૂકતે થયો. એટલે નફો-નુકશાન ની જગ્યાએ લાભ-શુભ શબ્દનો પ્રયોગ કરવામાં આવે છે. કોઈ આપીને જાય તો લાભ છે અને લઈ જાય તો શુભ છે.
    બાકી તો મોત સાથે એક દિવસ બધાનું ખીસ્સું કપાવાનું જ છે. જેટલું વધુ ખીસ્સાંમાં ભર્યું હશે તેટલું વધુ નુકશાન થવાનું છે.
    પ્રભુશ્રિના આશિષ;
    શરદ

    Like

  4. હીનાબેન;

Leave a comment