સમય કહેશે – હિમાંશુ પ્રેમ

સફરમાં કોણ કોના પર મૂકે પ્રત્યય ? સમય કહેશે

ને મળશે ક્યાં સુધી, ને કેટલા વ્યત્યય ? સમય કહેશે

.

તમે મદમસ્ત થઈને હાંકતા રહેશો જીવન નૈયા

સમય વિણ કોઈ અહીંયા છે નહીં અક્ષય, સમય કહેશે

.

વિચારોમાં ગરકવાનો કરે છે ડોળ અહીં લોકો

ખરેખર કોણ અહીંયા કેટલું તન્મય, સમય કહેશે

.

સમસ્યાનું નિવારણ ભીતરે શક્ય છે મળવું

તમારી વર્તણૂકનો ક્યાં તૂટે છે લય,  સમય કહેશે

.

નજરના વ્યાપને ઘેરી વળ્યા છે કંઈક કૂંડાળાં

પ્રલય થાશે કે મળશે આ ભવે સંજય, સમય કહેશે

.

હ્રદય વિહ્વળ, સ્વજન વિહ્વળ, નગર વિહ્વળ, જગત વિહ્વળ

અકારણ ક્યાં સુધી તોળાઈ રહેશે ભય ? સમય કહેશે

.

( હિમાંશુ પ્રેમ )

Share this

8 replies on “સમય કહેશે – હિમાંશુ પ્રેમ”

  1. ભય? અમે જોડે હોઈએ તો ભય શેનો? બાકી તો – સમય કહેશે…

  2. ભય? અમે જોડે હોઈએ તો ભય શેનો? બાકી તો – સમય કહેશે…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.