પાંખ ફફડાવી – કાજલ ઓઝા-વૈદ્ય

પાંખ ફફડાવી જોવા માટે

જરા…ક જેટલા

અવકાશની માગણીના બદલામાં,

આખું આકાશ આપ્યું તેં – સાવ અડોઅડ !

.

ચપટી ભરીને સ્મિત માગ્યું મેં

અને

તેં સુખનો ઢગલો કરી દીધો,

મારા ખોળામાં !

.

તેં મને એટલું બધું

એટલી સહજતાથી આપ્યું છે

કે હવે,

તારી પાસે કશુંયે માગતાં

હું ડરવા લાગી છું…

.

( કાજલ ઓઝા-વૈદ્ય )

Share this

4 replies on “પાંખ ફફડાવી – કાજલ ઓઝા-વૈદ્ય”

  1. કોના માટે તમે આ લખ્યું છે? ડરી ડરીને પ્રેમ થોડો થાય કંઈ?

  2. કોના માટે તમે આ લખ્યું છે? ડરી ડરીને પ્રેમ થોડો થાય કંઈ?

  3. તમને જે મળ્યું છે તેને તમે કાબીલ હશો જ
    દેવા વાળાએ એમ જ તો નહીં આપ્યું હોય ને……….

  4. તમને જે મળ્યું છે તેને તમે કાબીલ હશો જ
    દેવા વાળાએ એમ જ તો નહીં આપ્યું હોય ને……….

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.