ગીતાંજલિ – રવીન્દ્રનાથ ટાગોર

મારું અંત:કરણ અસંખ્ય વખત આમ બોલ્યા જ કરે કે, ‘મારે તારો ખપ છે, હે મારા નાથ ! મારે તારો-અને માત્ર તારો જ ખપ છે !’

.

જે જે ઈચ્છાઓ મને આડે માર્ગે લઈ જાય છે, તે તમામ ખોટી છે, રોમરોમમાં મિથ્યા છે !

.

મને ખાતરી છે કે જેમ રાત્રિનો અંધકાર પ્રભાતનાં કિરણની પ્રાર્થના, પોતાના અંતરમાં ભરી રાખે છે, તેમ મારા હ્રદયના અંધકારભર્યા ખૂણામાં કોઈક એવી મૂર્છિત ચેતના જાગે છે, જે વારંવાર આર્તનાદ કરે કે ‘મારે તારો ખપ છે ! હે મારા નાથ ! મારે તારો ખપ છે !’

.

તોફાનનો મહાસાગર જેમ છેવટે શાંત પળોને ઝંખે છે, પછી ભલેને એની શાંતિને થોડો વખત ભયંકર ઝંઝાવાતે હચમચાવી મૂકી હોય. તેમ જ મારાં માનસ-તોફાનોએ, તારા પ્રેમની સામે ભલે ગમે તેટલો બળવો પોકાર્યો હોય, એમની પણ છેવટની પ્રાર્થના આ જ છે –

.

‘હે મારા નાથ ! મારે ખપ તારો છે !’

.

( રવીન્દ્રનાથ ટાગોર )

Share this

7 replies on “ગીતાંજલિ – રવીન્દ્રનાથ ટાગોર”

 1. નાથ નો ખપ તો જીવન માં દરેક પગલે રહેવાનો જ અને રહેવો જ જોઈએ તો જ યોગ્ય ઘટે…ચાલો આપણાં બંને માં આ સામાન્ય વાત છે બીજી ઘણી બધી વાતો ની જેમ જ…

 2. નાથ નો ખપ તો જીવન માં દરેક પગલે રહેવાનો જ અને રહેવો જ જોઈએ તો જ યોગ્ય ઘટે…ચાલો આપણાં બંને માં આ સામાન્ય વાત છે બીજી ઘણી બધી વાતો ની જેમ જ…

 3. kalamna sahare vishva jitvu aasan chhe pan kalamthi lakhayela shabd vyaktina hardayna katka kare aave bhashama hova joeye.

  rajsinh
  journalist
  gujrat samachar
  ahemdabad

 4. kalamna sahare vishva jitvu aasan chhe pan kalamthi lakhayela shabd vyaktina hardayna katka kare aave bhashama hova joeye.

  rajsinh
  journalist
  gujrat samachar
  ahemdabad

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.