જ્યારે
જ્યારે
હું કાવ્ય
લખવા,
હાથમાં
પેન
ઉપાડું છું
કે
પવનમાં
ફફડતું પાનું
ચિત્કારી
ઉઠતું લાગે
છે,
અને ત્યારે
પેનને
બાજુએ
મૂકીને
જેવો હું
એના પર
પેપર વેઈટિયો
બળાત્કાર
કરું છું,
તેવી જ
પેનની
નીબમાંથી
ડબકી પડે છે,
લોહિયાળ
આંસુઓ જેવી
ભૂરી શાહી !!
મને
સતત
લાગ્યા કરે છે ‘:
‘હવે હું
કવિ નથી
રહ્યો….!!!’
.
(જયંત દેસાઈ)
સરસ અને અત્યંત સંવેદનશીલ અભિવ્યક્તિ.
પ્રતિકો પણ ભાવવાહી રહ્યાં.
બહુજ ગમી નાનકડી પણ સુંદર વાત.
-અભિનંદન.
LikeLike
સરસ અને અત્યંત સંવેદનશીલ અભિવ્યક્તિ.
પ્રતિકો પણ ભાવવાહી રહ્યાં.
બહુજ ગમી નાનકડી પણ સુંદર વાત.
-અભિનંદન.
LikeLike
સારી રચના…
LikeLike
સારી રચના…
LikeLike