તૃષાતુર – ગુણવંત શાહ

ઘોંઘાટ મને પજવતો નથી

ભીડ મને સતાવતી નથી.

છેતરપિંડીથી હું ટેવાઈ ગયો છું

અને

ઘટામાળિયું જીવન સદી ગયું છે.

છતાં ય

મને કોઈ પ્રેમ કરે તે ગમે છે.

આ દુનિયામાં

એકાદ જણ પણ

મને ખરેખર ચાહતું હોય

તો

હું જીવવા માગું છું, ધરાઈને જીવવા માગું છું

જેથી

ઘોંઘાટ, ભીડ, છેતરપિંડી, ઘટમાળ-બધું ય

પાછળ મેલીને

નિરાંતે મરી શકું;

મરીને જીવી શકું.

મને ભૂખ નથી,

માત્ર તરસ છે

કોઈકને માટે

સતત તલસતાં રહેવાની

અને વરસતાં રહેવાની.

.

( ગુણવંત શાહ )

Share this

2 replies on “તૃષાતુર – ગુણવંત શાહ”

  1. પ્રેમ કરે એ ગમે છે ને? તો એની પર જ ધ્યાન આપવું જોઈએ સતત…જીવો ધરાઈ ને…તરસો પણ અને વરસો પણ…

  2. પ્રેમ કરે એ ગમે છે ને? તો એની પર જ ધ્યાન આપવું જોઈએ સતત…જીવો ધરાઈ ને…તરસો પણ અને વરસો પણ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.