શ્વાસની વચ્ચે – જાતુષ જોશી

શ્વાસની વચ્ચે કળણ શોધું હવે;

હું મરણ પહેલાં મરણ શોધું હવે.

.

રાતમાં જે મ્હેલ છોડી નીકળે;

એ તથાગતનું વલણ શોધું હવે.

.

આ જગાનો હું રહેવાસી નથી;

કૈં અલગ વાતાવરણ શોધું હવે.

.

સૂર્ય આપો તોય એનું શું કરું ?

કોઈ ઝળહળતું સ્મરણ શોધું હવે.

.

હું ક્ષણોમાં ઊતરું ઊંડે સુધી;

ક્ષણ ન હો એવી જ ક્ષણ શોધું હવે.

.

( જાતુષ જોશી )

2 thoughts on “શ્વાસની વચ્ચે – જાતુષ જોશી

Leave a Reply

Your email address will not be published.

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.