કોણે કહ્યું ? – શ્યામ ઠાકોર

બંધ ઘરનાં દ્વાર છે કોણે કહ્યું ?

આંગણું ભેંકાર છે કોણે કહ્યું ?

.

આ હવાની આવ-જાને રોકવા;

ભીંત પણ લાચાર છે કોણે કહ્યું ?

.

સૂર્ય લાખો ઝળહળે છે આજ પણ;

ભીતરે અંધાર છે કોણે કહ્યું ?

.

માર પથ્થર માર તો ફળ આપશે;

ઝાડવું દાતાર છે કોણે કહ્યું ?

.

સાવ ખાલી માર્ગ પર દોડ્યો પવન;

હાથમાં તલવાર છે કોણે કહ્યું !

.

( શ્યામ ઠાકોર )

5 thoughts on “કોણે કહ્યું ? – શ્યામ ઠાકોર

Leave a reply to vishwadeep Cancel reply