વહાલપ – માણેકલાલ પટેલ

તમે ફૂલ બનવાનું પસંદ કરશો કે વેલ

એવું જો કોઈ મને પૂછે

તો

હું તો વેલ બનવાનું જ પસંદ કરું

કેમ કે,

ફૂલ રાતે ખરી પડે છે

જ્યારે વેલ રાત-દિવસ

લીલીછમ રહી

વહાલપ વરસાવ્યા કરે છે.

ખીલીને ખરવા કરતાં

જો

લીલોતરીનું અવિરત વહાલપ

વેલ બની વીંટળાઈ રહેવામાં
મળતું હોય તો પછી એના પર

ફૂલ ખીલે કે ન ખીલે તેથી શું ?

 .

( માણેકલાલ પટેલ )

Share this

4 replies on “વહાલપ – માણેકલાલ પટેલ”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.