દીવો હોલવ ! – કરસનદાસ લુહાર

 અજવાળું બહુ ડંખે છે, લે દીવો હોલવ !

આંખ તમરાને ઝંખે છે, લે દીવો હોલવ !

 .

ટેરવડાં શૃંગાર સજે, લે દીવો હોલવ !

સ્પર્શોની શરણાઈ બઝે, લે દીવો હોલવ !

 .

કાળી ઈચ્છા મરકે છે, લે દીવો હોલવ !

લોહીમાં કંઈ ફરકે છે, લે દીવો હોલવ !

 .

પછી આપણે ઝળહળશું, લે દીવો હોલવ !

એક-બીજામાં ખળભળશું, લે દીવો હોલવ !

 .

હશે ધવલતમ અંધારું, લે દીવો હોલવ !

તારું-મારું સહિયારું, લે દીવો હોલવ !

 ,

( કરસનદાસ લુહાર )

One thought on “દીવો હોલવ ! – કરસનદાસ લુહાર

  1. હું આવું એટલી વાર પછી આપણે એકબીજામાં ખળભળશું અને પછી સાથે ઝળહળશું…ત્યારે દીવો હોલવજે.

Leave a Reply

Your email address will not be published.

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.