રામ એમાં શું કરે ? – લાલજી કાનપરિયા

.

શબરી એનાં ચાખી બોર

નાહક મચાવે અમથો શોર, રામ એમાં શું કરે ?

 .

કોઈ બિછાવી ફળિયે ફૂલ

કરે આમ સુગંધી ભૂલ, રામ એમાં શું કરે ?

 .

ઈચ્છાઓને તેડી કાંખે

સતત ખુદને ફરતી રાખે, રામ એમાં શું કરે ?

 .

મંદિર મંદિર પ્રગટ્યા હરિ

પથ્થરમાં જઈ શ્રદ્ધા ઠરી, રામ એમાં શું કરે ?

 .

ઉછેરીને શમણાં આંખે

નાહક જાળ પાણીમાં નાખે, રામ એમાં શું કરે ?

 .

અમથી અમથી વાટ નિહારે

આખે આખી જાત પિગાળે, રામ એમાં શું કરે ?

 .

( લાલજી કાનપરિયા )

Share this

2 replies on “રામ એમાં શું કરે ? – લાલજી કાનપરિયા”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.