પ્રતીક્ષા તરીકે – ભરત ભટ્ટ ‘પવન’

પ્રતીક્ષા તરીકે આ નવતર પ્રણાલી

ચડી જાય હૈયે ઘણીવાર ખાલી.

હવે આ ઉતરતી નથી ઝણઝણાટી,

છતાં પણ દશા ખૂબ લાગે વહાલી.

 .

કદી આપ તદ્દન વડીલ જેવું બોલો,

અમુકવાર વાણી શિશુથીય કાલી.

તમે એમ ચાલ્યાં સુગંધી બનીને,

સભાખંડ મધ્યે ગઝલ જેમ ચાલી.

 .

નથી કોઈ ચોક્ક્સ દિશામાં જવાનું,

‘પવનની’ અમે આંગળી તોય ઝાલી.

 .

( ભરત ભટ્ટ ‘પવન’)

8 thoughts on “પ્રતીક્ષા તરીકે – ભરત ભટ્ટ ‘પવન’

Leave a reply to જીજ્ઞેશ અધ્યારૂ Cancel reply