તારા ઈશારામાં રહેલી અનકહી મોઘમ બધી વાતો ગઝલમાં હોય છે.
ને એ લિપી ઉકેલવા ઉજાગરાથી તર-બ-તર રાતો ગઝલમાં હોય છે.
.
એ પણ ખરું કે પ્રેમને આવાઝ કે આકાર જેવું કાંઈ પણ હોતું નથી,
માનો ન માનો તે છતાંયે એનો પડઘો, એનો પડછાયો ગઝલમાં હોય છે.
.
કેવો સમય તારી જુદાઈનો મેં કાઢ્યો’તો ક્ષણો સઘળી’ય જાણે છે છતાં,
ચૂપચાપ ઊભી મૂછમાં હસતી ક્ષણોનો સીધો સરવાળો ગઝલમાં હોય છે.
.
હોઈ શકે ભગવી ગઝલ અથવા જુવાની જેમ પાણી રંગની હોઈ શકે,
સાથે જિગરના ખૂન જેવો એક ઘેરા રંગનો ડાઘો ગઝલમાં હોય છે.
.
એ તરજૂમો છે જાતનો, સઘળી’ય અંગતવાતનો, છુપાયેલા જઝબાતનો,
એકાંતના ગૌરવ સમા ખુદની જ સાથે ખુદના સંવાદો ગઝલમાં હોય છે.
.
દેખાય છે એવો નથી સાદો-સીધો સ્ફોટક બને છે અર્થમાં એ સામટો,
હા, સાવ સીધા લાગતા અળવિતરાં આ શબ્દની ચાલો ગઝલમાં હોય છે.
.
( અલ્પેશ ‘પાગલ’ )
સાદ્યંત સુંદર ગઝલ..
પ્રત્યેક શેર દમદાર છે. અભિનંદન અલ્પેશભાઈ.
LikeLike
સાદ્યંત સુંદર ગઝલ..
પ્રત્યેક શેર દમદાર છે. અભિનંદન અલ્પેશભાઈ.
LikeLike
સત્ય વચન…
LikeLike
સત્ય વચન…
LikeLike
ભૈ ક્યા બાત હૈ… બહોત આચ્છે.. મત્લા થી લઇ અંતિમ શેર સુધી લાજવાબ…
LikeLike
ભૈ ક્યા બાત હૈ… બહોત આચ્છે.. મત્લા થી લઇ અંતિમ શેર સુધી લાજવાબ…
LikeLike