બસ એકવાર… – દુર્ગેશ ઉપાધ્યાય Sep13 બસ એકવાર તું આવી જા પવનની લહેરખી સમી – અને; હું ખીલી ઊઠીશ ફૂલોની જેમ. કદાચ, તારું હોવાપણું જ મારી જિંદગી છે. મને ડર લાગે છે કે, જિંદગીના અર્થ પામતા પહેલાં- મારી ‘સાંજ’ ઢળી જાય. અહીં સહરા વચ્ચે ક્યારેક ઝંખુ છું ઝાકળ, તો ક્યારેક ફૂલોભરી વસંત, હા, અહીં વસંત છે- પણ ફૂલો વગરની… પણ તેને પાનખર તો ન જ કહી શકાય ને ? હું, સતત ઝંખુ છું- વર્ષાની એક હેલી જે ભીતરની આગ ઠારી શકે…..??… . ( દુર્ગેશ ઉપાધ્યાય )
હેલી??? હું સતત અને અવિરતપણે મુશળધાર વરસું છું…અંદાજ છે એનો કોઈ કે…?