સંકેલો હવે – મુકેશ જોષી

શ્વાસ ખૂટતા જાય છે આ જાત સંકેલો હવે

આ કૈંક સંકોચાય છે આ વાત સંકેલો હવે

.

ના તમે ઊડી શકો, ના સ્વપ્ન પણ ઊડી શકે

આ પાંખ પણ વહેરાય છે આ આભ સંકેલો હવે

 .

આંખ મીંચી તીર મારીને નિશાનો સાંધતા

એ તીર ખાલી જાય છે આ હાથ સંકેલો હવે

 .

સૂર્યની તો વાટ જોવાનું હવે રહેવા જ દો

આ આગિયા બુઝાય છે આ રાત સંકેલો હવે

 .

એક પળ ઊભા રહે, ના એમ પણ ઈચ્છો તમે

આ લોક ક્યાં રોકાય છે આ સાથ સંકેલો હવે

 .

( મુકેશ જોષી )

8 thoughts on “સંકેલો હવે – મુકેશ જોષી

  1. મુકેશ જોષીની ખૂબ સરસ ગઝલ…હા હવે સમય છે કે બધું સંકેલો….મક્તા ખૂબ ગમ્યો…
    સપના

    Like

  2. મુકેશ જોષીની ખૂબ સરસ ગઝલ…હા હવે સમય છે કે બધું સંકેલો….મક્તા ખૂબ ગમ્યો…
    સપના

    Like

Leave a reply to sapana Cancel reply