જુઓ ટકોરા મારી – લાલજી કાનપરિયા

જળની ઉપર તરતો રે એક પરપોટો

જુઓ ટકોરા મારી સાચો છે કે ખોટો ?

 .

ખેલ બધો છે આકારોનો, વસ્તુ એક જ હોય

કૈંક ભોમિયા ભૂલા પડ્યા છે, પાર ઊતરે કોઈ !

અસલ ચીજ છોડીને ભજવો શાને ફોટો ?

જળની ઉપર તરતો રે એક પરપોટો.

 .

એક ક્ષણમાં વામન લાગે, બીજી ક્ષણ વિરાટ

કોઈ કહે છે નિરાકાર ને કોઈ કહે છે ઘાટ !

તરસ છીપશે કેમ, છે મૃગજળ પાછળ દોટો !

જળની ઉપર તરતો રે એક પરપોટો.

 .

( લાલજી કાનપરિયા )

Share this

2 replies on “જુઓ ટકોરા મારી – લાલજી કાનપરિયા”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.