એ પ્રશ્નમાં ડૂબેલું સદીઓથી મારું ઘર છે
હું એકલવ્ય છું કે છું કર્ણ ક્યાં ખબર છે
.
નીકળ્યો હતો એ ક્ષણની હળવાશ ક્યાં ગઈ ?
બદલાઈ હું ગયો કે રસ્તાની આ અસર છે
.
જ્યાં આવતાં હવા પણ ધ્રુજે છે એ જગાએ
પગલું પડ્યું આ કોનું? કોની અવર-જવર છે
.
અહીંયાં શું લાગણી કે, શું પ્રેમ કે, શું મમતા ?
માણસને નામે કેવળ પથ્થરનું આ નગર છે
.
ક્યારે પૂરી થશે કે અટકી જશે અચાનક
પૂછો ન કોઈને આ આંધળી સફર છે
.
( ચંદ્રેશ મકવાણા )
સરસ અભિવ્યક્તિ…
બધા માણસોના નામે પત્થરો નું નગર છે?
ચંદ્રેશભાઈની સરસ ગઝલ પોસ્ટ કરી અહીં….
અભિનંદન કવિને.