તમે ક્યારેય – ભાવેશ ભટ્ટ

તમે ક્યારેય તિરાડોનો ચિત્કાર સાંભળ્યો છે ?

જો ના સાંભળ્યો હોય તો તમે બહેરા છો,

 .

તમે ક્યારેય લોહીલુહાણ ચીસોનાં ટોળા જોયા છે ?

જો ના જોવા હોય તો તમે આંધળા છો,

 .

તમે ક્યારેય કોઈ નથીની સાથે સંવાદ કર્યો છે ?

જો ના કર્યો હોય તો તમે મૂંગા છો,

 .

મને ખરેખર અફસોસ છે કે

તમને બોલતાં, સાંભળતાં અને દેખતા કરવા માટે

 .

હું કવિતા લખ્યા સિવાય કશું જ કરી શકતો નથી.

 .

( ભાવેશ ભટ્ટ )

Share this

2 replies on “તમે ક્યારેય – ભાવેશ ભટ્ટ”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.