અટારી નથી – ભગવતીકુમાર શર્મા

ઝરૂખો નથી ને અટારી નથી;

હું કરતો પ્રતીક્ષા તે બારી નથી.

 .

હજી કોઈ ચકલીઓ બેસે છે ત્યાં,

છબી ભીંતથી મેં ઉતારી નથી.

.

હજી ચાંદની ત્યાં જ પથરાય છે;

અગાશીમાં પેલી પથારી નથી.

.

ટપાલી તો નાખી ગયો થોકડો;

ચબરખીયે એમાં તમારી નથી.

 .

કવિતા મળી જે તે વાંચું છું હું;

મેં હ્રસ્વ ઇ કે દીર્ઘ ઈ સુધારી નથી.

 .

( ભગવતીકુમાર શર્મા )

Share this

2 replies on “અટારી નથી – ભગવતીકુમાર શર્મા”

 1. ૧૯૭૦ના દાયકામાં તેમની ‘અસૂર્યલોક’ વાંચી ત્યારથી શ્રી ભગવતીકુમાર શર્મા મારા પહેલી પસંદના સામ્પ્રત ગુજરાતી લેખક હતા. તેમનું પદ્ય નવનીત સમર્પણમાં તેમ જ કવિતા વાંચવાનું થતું રહ્યું છે, પરંતુ તે હું સંગ્રહી નથી શક્યો.

  આ સંદર્ભે થોડા દિવસો પહેલાં લખેલ પૉસ્ટ ફરીથી લખવાનું પસંદ કરીશ.
  “”‘૬૦ના દાયકા પછીનાં ગુજરાતી સાહિત્યને ઇન્ટરનેટ અને digitizationનો લાભ કઇ રીતે મળે?

  આજે ઑગસ્ટ’૧૧ના નવનીત-સમર્પણના અંક્માં શ્રી ભગવતીકુમાર શર્માની કવિતાઓ વાંચી.
  તે અમારી યુવાનીના – ‘૬૦ થી ‘૮૦ – ના સમયગાળાના એવા સર્જક છે જેઓએ ગુજરાતી ગદ્ય અને પદ્ય સાહિત્યને વિષયો, ગુજરાતી ભાષાના પ્રયોગ તેમ જ વિચાર વૈવિધ્યથી સાંપ્રત બનાવીને ત્યારે વધુ પ્રચલિત અને પ્રસારીત અંગ્રેજીની ટક્કરમાં ઉણું ન ઉતરવા દીધું.
  તેમની સાથે મને મારા તે સમયના પ્રિય એવા અન્ય ગુજરાતી સાહિત્યના સર્જકો – શિવકુમાર જોશી, ચન્દ્રકાત બક્ષી, અનિલ જોશી, હરિન્દ્ર દવે ,મોહમ્મદ માકડ, રઘુવીર ચૌધરી, માધવ રામાનુજ; તે સમયનાં માતબર સામયિકો – ચાંદની, નવચેતન,અખંડ આનંદ , કુમાર કે બાળસાહિત્ય જગતના તારલાઓ વિજયગુપ્ત મૌર્ય, હરિપ્રસાદ વ્યાસ, ગાંડિવ, રમકડું પણ ખુબ યાદ આવે છે.
  તે પછીનાં વરસોમાં ગુજરાતી સાહિત્યનાં print mediumના limited પ્રસારને કારણે આ બધાંની તત્કાલિન ગતિવિધિઓની સાથે ન રહી શકાયું.
  ૨૧મી સદીથી જ ઇન્ટરનેટના વધતા પ્રભાવની સાથે આ માધ્યમથી પરિચિત પેઢીદ્વારા થએલ કાર્યને હવે digital સ્વરૂપે નેટપરથી access કરવું સરળ બન્યું છે.
  પરંતુ તે પહેલાંના ખજાનાને પણ , certainly subject to safeguarding commercial and IPR interests, ટેક્નોલૉજીની મદદથી નવપલ્લવીત કરવામાટે સર્જકો, પ્રકાશકો અને technology-savvy બધા જ ગુજરાતીઓએ વ્યક્તિગત તેમ જ સામુહિક પ્રયાસ કરવાની તાતી જરુરીયાત જણાઇ રહી છે.””

 2. ૧૯૭૦ના દાયકામાં તેમની ‘અસૂર્યલોક’ વાંચી ત્યારથી શ્રી ભગવતીકુમાર શર્મા મારા પહેલી પસંદના સામ્પ્રત ગુજરાતી લેખક હતા. તેમનું પદ્ય નવનીત સમર્પણમાં તેમ જ કવિતા વાંચવાનું થતું રહ્યું છે, પરંતુ તે હું સંગ્રહી નથી શક્યો.

  આ સંદર્ભે થોડા દિવસો પહેલાં લખેલ પૉસ્ટ ફરીથી લખવાનું પસંદ કરીશ.
  “”‘૬૦ના દાયકા પછીનાં ગુજરાતી સાહિત્યને ઇન્ટરનેટ અને digitizationનો લાભ કઇ રીતે મળે?

  આજે ઑગસ્ટ’૧૧ના નવનીત-સમર્પણના અંક્માં શ્રી ભગવતીકુમાર શર્માની કવિતાઓ વાંચી.
  તે અમારી યુવાનીના – ‘૬૦ થી ‘૮૦ – ના સમયગાળાના એવા સર્જક છે જેઓએ ગુજરાતી ગદ્ય અને પદ્ય સાહિત્યને વિષયો, ગુજરાતી ભાષાના પ્રયોગ તેમ જ વિચાર વૈવિધ્યથી સાંપ્રત બનાવીને ત્યારે વધુ પ્રચલિત અને પ્રસારીત અંગ્રેજીની ટક્કરમાં ઉણું ન ઉતરવા દીધું.
  તેમની સાથે મને મારા તે સમયના પ્રિય એવા અન્ય ગુજરાતી સાહિત્યના સર્જકો – શિવકુમાર જોશી, ચન્દ્રકાત બક્ષી, અનિલ જોશી, હરિન્દ્ર દવે ,મોહમ્મદ માકડ, રઘુવીર ચૌધરી, માધવ રામાનુજ; તે સમયનાં માતબર સામયિકો – ચાંદની, નવચેતન,અખંડ આનંદ , કુમાર કે બાળસાહિત્ય જગતના તારલાઓ વિજયગુપ્ત મૌર્ય, હરિપ્રસાદ વ્યાસ, ગાંડિવ, રમકડું પણ ખુબ યાદ આવે છે.
  તે પછીનાં વરસોમાં ગુજરાતી સાહિત્યનાં print mediumના limited પ્રસારને કારણે આ બધાંની તત્કાલિન ગતિવિધિઓની સાથે ન રહી શકાયું.
  ૨૧મી સદીથી જ ઇન્ટરનેટના વધતા પ્રભાવની સાથે આ માધ્યમથી પરિચિત પેઢીદ્વારા થએલ કાર્યને હવે digital સ્વરૂપે નેટપરથી access કરવું સરળ બન્યું છે.
  પરંતુ તે પહેલાંના ખજાનાને પણ , certainly subject to safeguarding commercial and IPR interests, ટેક્નોલૉજીની મદદથી નવપલ્લવીત કરવામાટે સર્જકો, પ્રકાશકો અને technology-savvy બધા જ ગુજરાતીઓએ વ્યક્તિગત તેમ જ સામુહિક પ્રયાસ કરવાની તાતી જરુરીયાત જણાઇ રહી છે.””

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.