બસ એક વાર – વર્ષા બારોટ
તમારી પાસે મારી કોઈ જ
માંગ નથી.
બસ,
મારે તમને એટલું જ કહેવું છે
કે
જ્યારે તમે હિંસા તરફ વળો
એ પહેલા
બસ એક વાર
ફૂલોના ચહેરા જોજો
કોઈ પંખીનું ગીત સાંભળજો
રમતાં બાળકોમાં થોડું રમી લેજો
વૃક્ષોને વ્હાલ કરજો
મજૂરી કરતા ગરીબ લોકોની વચ્ચે જઈને
છુટ્ટા હાથે થોડાંક ચુંબન વેરજો
આકાશને બાથમાં લેજો
ખેડૂતોના હાથ-પગમાં ચોંટેલી માટીમાં
આખા વિશ્વને જોજો
ને છેલ્લે
આ ધરતીને સલામી ભરજો
બસ એક વાર
હિંસા તરફ વળો એ પહેલાં…
.
( વર્ષા બારોટ )
હિંસાના પગથીયે પહોંચ્યા પછી શું આટલું બધું કરવાનો કે વિચારવા સુદ્ધાનો સમય હોય છે કોઈ ને?
હિંસાના પગથીયે પહોંચ્યા પછી શું આટલું બધું કરવાનો કે વિચારવા સુદ્ધાનો સમય હોય છે કોઈ ને?
હિંસાના પગથીયે પહોંચ્યા પછી શું આટલું બધું કરવાનો કે વિચારવા સુદ્ધાનો સમય હોય છે કોઈ ને?