જોયું નથી જાતું – નાઝિર દેખૈયા

નજર સામે તમન્નાનું પતન જોયું નથી જાતું

ખીલ્યાં પહેલાં જ એ ખરતું સુમન જોયું નથી જાતું

 .

બુઝાવી નાખવા દોડ્યો મૂકીને મોહ જીવનનો

પતંગાથી શમા કેરું જલન જોયું નથી જાતું

 .

જરા જોયું જો તેજસ્વી, તુરત એ છેનવી લે છે

ગગનવાળાથી ધરતીનું રતન જોયું નથી જાતું

 .

તમારી લાગણીને હું ભલા ! કઈ રીતની સમજું ?

ખુશી જોઈ નથી જાતી, રુદન જોયું નથી જાતું !

 .

ગ્રહણ આ ચંદ્ર ફરતું ક્યાં સુધી રે’શે ભલા ‘નાઝિર’

હવે મુજથી વદન પરનું ગવન જોયું નથી જાતું

 .

( નાઝિર દેખૈયા )

Share this

2 replies on “જોયું નથી જાતું – નાઝિર દેખૈયા”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.