મને તારી પાસે – મુકેશ જોષી

મને તારી પાસે સતત રાખજે,
તું કાંટો બને તો મને વાગજે.
.
હજી તો હું રૂ છું દીવો થઇ જઈશ,
પછી તારી ફૂંક ફૂંકે ચાખજે.
.
યુગોથી ઉઘાડો જનમ લઇ ફરું,
મને તારી પાંપણ વડે ઢાંક્જે.
.
ભલે તાવ રૂપે તું આવે મને,
પ્રથમ ટાઢ વાઈ ખબર આપજે.
.
મંદિરથી ઘર મારું પાસે પડે,
તું થાકે તો સીધો ઘરે આવજે.
.
(  મુકેશ જોષી )

2 thoughts on “મને તારી પાસે – મુકેશ જોષી

Leave a comment