શૈય્યા હો ભીષ્મસાત – સુરેન્દ્ર કડિયા

શૈય્યા હો ભીષ્મસાત, ખીચોખીચ બાણ હો

ઢળતી હવાનો ઢાળ સહજ, સપ્રમાણ હો

 .

ડૂબે નજર તો કહ્હેક ડૂબે તળ-અતળ સુધી

કૂવાના સ્થિર જળમાં ખતરનાક તાણ હો

 .

કંડારું લાજવાબ ગઝલ-શેર મોજથી

વિચાર હો તો ખુદ-બ-ખુદ આરસપહાણ હો

 .

સામે મળેલ લહેરખીનું નામ-ઠામ શું ?

જાણું કશું ન હુંય ને એ પણ અજાણ હો

 .

કરવી પછી શું કામ ક્ષિતિજોની ખેવના !

આગળ જરી અનંતથી મારી પિછાણ હો

 .

( સુરેન્દ્ર કડિયા )

Share this

3 replies on “શૈય્યા હો ભીષ્મસાત – સુરેન્દ્ર કડિયા”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.