એક વાર શ્રદ્ધાથી – એઈલીન કેડી

.

ડિસેમ્બર ૩૧

 .

એક વાર શ્રદ્ધાથી તમે આગળ પગલું ભર્યુઁ કે કદી પાછળ વળીને જોતાં નહિ, પાછળ જે છોડી દીધું હોય તેના વિશે અફસોસ કરતાં નહિ. માત્ર અત્યંત અદ્દભુત ભવિષ્યની અપેક્ષા રાખો અને એ સાકાર થતું જુઓ. જૂનું બધું પાછળ છોડી દો. એ સમાપ્ત થઈ ગયું છે. તમે જે પાઠો શીખ્યાં છો અને તમને જે અનુભવો મળ્યા છે તે બદલ કુતજ્ઞ રહો. આ બધી બાબતોએ તમને વિકસવામાં મદદ કરી છે અને વધુ ઊંડી સમજ આપી છે, પણ કદી એને વળગી રહેવાનો પ્રયત્ન કરતાં નહિ. તમે પાછળ જે છોડીને આવ્યાં છો તેના કરતાં, તમારે માટે જે તૈયાર થઈ રહ્યું છે તે ક્યાંય વધારે અદ્દભુત છે. તમે તમારું જીવન સીધું મારા જ માર્ગદર્શન અને દોરવણી હેઠળ મૂક્યું હોય ત્યારે કશું ખોટું શી રીતે બની શકે ? પણ તમે આગળ પગલું ભરો પછી વિમાસણ અનુભવો કે મેં યોગ્ય કર્યુઁ કે નહિ, અને શંકા ને ભયને અંદર પ્રવેશવા દો, ત્યારે વસ્તુઓ તમને ઘેરી વળવા લાગે છે અને તમે તમારા નિર્ણયના ભાર તળે દબાઈ જાઓ છો. એટલે લગામ છોડી દો, ભૂતકાળને છોડી દો, અને તમારા હૃદયમાં પ્રેમ અને કૃતજ્ઞતા ભરીને આગળ વધો.

.

( એઈલીન કેડી, અનુવાદ : ઈશા કુન્દનિકા )

2 thoughts on “એક વાર શ્રદ્ધાથી – એઈલીન કેડી

  1. પ્રિય હિનાજી,જય શ્રી ક્રિશ્ન.
    આજ નો શ્ર્ધ્ધા નો લેખ…શુ કહુ?!!!ધન્યવાદ…નુતન ૩૬૫ દિવસો..ઝાકલ ભર્યા ખુશિના
    કમલ પત્રો;ખિલિ મ્હેકવાના.

Leave a Reply

Your email address will not be published.

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.