Skip links

અનુભૂતિ – જયશ્રી મહેતા

વાંસળીની આંગળી પકડીને એક દિ’

ગઈ’તી હું જમુનાને તીર

જમુનાના નીરમાં ડૂબકી મારીને

મને પરશી ગઈ તેજની લકીર….

 .

મોરપિચ્છ વાયરામાં હળું હળું ફરકે

ને કાંઠે કદમ્બનાં ઝાડ

આકાશે વાદળાં એવાં ઝળુંબ્યાં

જાણે ઊંચક્યો મેં ગોવર્ધન પહાડ

આંગળીની ટિશિયુંને ફૂટી કો ચેતના

જે થઈ ગઈ’તી ક્યારની બધિર….

 .

આંખો મીંચું તો માંહ્ય ઝળહળતી જ્યોત

અને કહાનાની આરતીનાં ગાન

મધુવનની ધૂળમાં કેવી રંગાઈ હું તો

કણ કણમાં કહાનાનું ધ્યાન

આખુંય આયખું એવું જાગ્યું કે

જાગી રોમ રોમ રટણા અધીર….

.

( જયશ્રી મહેતા )

Leave a comment

  1. અનુભૂતિનું સુંદર મઝાનું ગીત.

    “આકાશે વાદળાં એવા ઝળુંબ્યાં
    જાણે ઉંચક્યો મેં ગોવર્ધન પહાડ…આ પંક્તિ ખુબ જ સરસ…

  2. અનુભૂતિનું સુંદર મઝાનું ગીત.

    “આકાશે વાદળાં એવા ઝળુંબ્યાં
    જાણે ઉંચક્યો મેં ગોવર્ધન પહાડ…આ પંક્તિ ખુબ જ સરસ…

  3. ‘પરશી ગઇ તેજની લકીર’… વાહ
    ‘પરશી ગઇ’… ક્યા બાત હૈ !

  4. ‘પરશી ગઇ તેજની લકીર’… વાહ
    ‘પરશી ગઇ’… ક્યા બાત હૈ !

  5. aa geet shree rasbihari desai e saras gayu chhe

  6. aa geet shree rasbihari desai e saras gayu chhe