બે ઘડી નવરાશ – પરાજિત ડાભી

.

આમ જુઓ તો નગર આ ભીડનો સૈલાબ છે.

બેઘડી નવરાશ જાણે એક સુંદર ખ્વાબ છે.

 .

 માણસો પણ હાથમાં ઘોંઘાટનાં પથ્થર લઈ,

મૌનનાં આ શીશમહેલો ફોડવા બેતાબ છે.

 .

કાફલાને ગુમ કરી ખુદ મંઝિલે પહોંચી ગયા,

નાખુદા થઈને ફરે છે એમને આદાબ છે.

 .

 ફૂલ કાગળનાં અને ખુશ્બૂ બધી અત્તર તણી,

આમ જુઓ તો ભરેલી, આમ ખાલી છાબ છે.

 .

 શ્વાસ છૂટે એ પછી માણસ નહીં, મડદું રહે,

જિંદગીનાં દબદબા પર મૌતનો રુઆબ છે.

.

( પરાજિત ડાભી )

Share this

4 replies on “બે ઘડી નવરાશ – પરાજિત ડાભી”

  1. પરાજિત ડાભી તેમની આ સુંદર રચનામાં ખૂબજ સરસ વાત આજના સમયને અનૂરૂપ કહે છે, આ ભીડમાંથી એકલો અટૂલો બહાર નીકળી શકે તે જ સાચું જીવન જીવી શકે છે… સુંદર રચના !

  2. પરાજિત ડાભી તેમની આ સુંદર રચનામાં ખૂબજ સરસ વાત આજના સમયને અનૂરૂપ કહે છે, આ ભીડમાંથી એકલો અટૂલો બહાર નીકળી શકે તે જ સાચું જીવન જીવી શકે છે… સુંદર રચના !

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.