જુઓ ભડકો થશે – ભગીરથ બ્રહ્મભટ્ટ

.

આ શ્વાસ અટકાવી જુઓ ભડકો થશે

આભાસ દફનાવી જુઓ ભડકો થશે

 .

જે આપણા ઘરમાં વસે છે પુષ્પતા

સુવાસ સરખાવી જુઓ ભડકો થશે

 .

છાયા બની જે રાત ને શોધે સતત

એ સાંજ પલ્ટાવી જુઓ ભડકો થશે

 .

આ કાળનો તણખો લઈ ઘૂમે પવન

અંગાર બુઝાવી જુઓ ભડકો થશે

 .

દરિયો ઓલવો એ આગ પણ

કો આંખ છલકાવી જુઓ ભડકો થશે

 .

( ભગીરથ બ્રહ્મભટ્ટ )

Share this

4 replies on “જુઓ ભડકો થશે – ભગીરથ બ્રહ્મભટ્ટ”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.