જરા ધીમે… – ગીતાંજલિ Feb20 . ધીમે ડગ માંડો, હે મિત્ર, વેરાયેલાં છે મારાં સ્વપ્ન કચડતા નહીં એને પગ તળે કે અવગણશો પણ નહીં એને. . ઉલ્લાસ ભરી આવતી કાલોનું – વચન આપતાં સ્વપ્નો છે હજુ પણ મારી આંખોમાં. જે આવતી કાલો, કદાચ આવે, કે ન પણ આવે મારા માર્ગમાં. . છતાં સેવું છું સ્વપ્ન, ભલે એ સોણલાં વેરાયાં હો અહીં તહીં; . તેથી હે મિત્ર, ધીમે ડગ માંડો. ઝૂઝવા અશક્ત એવાં મારાં સ્વપ્નોને કચડતા નહીં પગ તળે. . ( ગીતાંજલિ, અનુ: રમણીક સોમેશ્વર )
સારું ધ્યાન રાખી ને ડગ માંડીશું કે રખે ને તમારા સ્વપ્નો અમારા પગલાં તળે આવી ને કચડાઈ ના જાય.
સુંદર રચના ! મહાશિવરાત્રિની આપને તેમજ આપના પરિવારને શુભકામના સાથે શુભેચ્છાઓ …!