ગુલઝાર આપું – સુરેન્દ્ર કડિયા

.

લે મફતમાં હું તને ગુલઝાર પર ગુલઝાર આપું

પણ કહી દે, કેટલી ફોરમ તને ઉધાર આપું !

 .

શ્વાસનો આ મહેલ ને ચોપાટ માંડી ભવ્ય છે તો

જીત મેં દીધી ઘણી, લે હાર છેલ્લી વાર આપું

 .

મીણનો ઘોડો ગમે ત્યારે પીગળવાનો, લખી લે

ઓગળી ગઈ છે લગામો, એટલો અણસાર આપું

 .

કાયમી તો કોઈને દીધી નથી મેં કોઈ દી

પણ જરૂરી હોય ત્યારે હું તરસ પળવાર આપું

 .

રણ કહે તો રણ અને પગલાં કહે તો એય દઈ દઉં

થાય એનાથી વધુ લાંબી કરી વણજાર આપું

 .

( સુરેન્દ્ર કડિયા )

Share this

4 replies on “ગુલઝાર આપું – સુરેન્દ્ર કડિયા”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.