કોણ માનશે ? – મહેન્દ્ર ગોહિલ

.

બાજી બધીય જીતની છે હાથમાં છતાં,

મારો નથી ગણાતો વિજય, કોણ માનશે ?

 .

ધમની અને શિરાઓ બધી રિક્ત થઈ ગઈ,

ધડક્યા કરે છે તોય હૃદય, કોણ માનશે ?

 .

આજે ભલે ને ખાલી ચડી ગઈ છે હાથમાં,

મુઠ્ઠી મહીં રહ્યો’તો સમય, કોણ માનશે ?

 .

મારી ગલી મહીં ન મને કોઈ ઓળખે,

તારી ગલીમાં મારો વિષય, કોણ માનશે ?

 .

( મહેન્દ્ર ગોહિલ )

Share this

2 replies on “કોણ માનશે ? – મહેન્દ્ર ગોહિલ”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.