હું તને પ્રેમ કરું છું – મારીશીકો

.

હું મારા ટેબલ પાસે બેસું છું.

હું તને લખું પણ શું ?

પ્રેમથી ઘવાયેલ હું

ઝંખુ છું તને સદેહે જોવા

માત્ર આટલું જ લખી શકું :

“હું તને પ્રેમ કરું છું, હું તને પ્રેમ કરું છું, હું તને પ્રેમ કરું છું”.

પ્રેમ મારા હૃદયને આરપાર વીંધે છે

અને મારા દૈવતને છિન્નભિન્ન કરે છે

ઝુરાપાનો ઝાટકો મને ગૂંગળાવે છે

અને તે ક્યારેય અટકશે નહીં.

 .

( મારીશીકો, અનુ. કલ્લોલિની હઝરત )

 .

[મૂળ રચના . જાપાનીઝ ]

2 thoughts on “હું તને પ્રેમ કરું છું – મારીશીકો

Leave a comment